જયપાલસિંહ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના ૧૫ જુલાઈ ૨૦૨૪ ના રોજ થઇ, જેમનું એક વર્ષ પૂર્ણ થઇ નવા વર્ષમાં પ્રારંભ કરી રહ્યું હોય ત્યારે ગત વર્ષમાં જયપાલસિંહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિઘ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ જેવી કે પર્યારણને લગતી, આરોગ્ય ક્ષેત્રે, એજ્યુકેશન ક્ષેત્રે, સ્પોર્ટ્સ વગેરેને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવેલ જેમનો મુખ્ય હેતુ શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ છે. આવા નાનકડા પ્રયાસ થી જયપાલસિંહ ચેરીટેબલ ટ્રસ્ટની શરુઆત કરવામાં આવેલ છે. જયપાલસિંહ ચેરીટેબલ ટ્રસ્ટન હંમેશા નિસ્વાર્થ પણે સેવાકીય પ્રવૃત્તિ કરતી રહેશે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં આપ પણ મદદ કરો એવી આશા.